મોદી સરકાર આપશે કોરોના મૃતકોના પરિવારજનોને 50,000 રૂપિયાનું વળતર, ક્યાં અને કેવી રીતે કરશો અરજી ?

કોરોના મૃતકોના પરિવારજનોને 50,000 રૂપિયાનું
વળતર યોજના

કોરોનાં મહામારીમાં દેશના ઘણા લોકોએ તેમના પરિવાર જનોને ગુમાવ્યા હતા. જેથી કેન્દ્ર સરકારે આવા પરિવારો માટે વળતરની રકમ જાહેર કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે કોરોના દરમિયાન મૃતકોના પરિવારને સરકાર 50 હજારનું વળતર આપવામાં આવે.

કેટલું વળતર મળશે :

– કોરોના દરમિયાન મૃતકોના પરિવારને સરકાર દ્વારા 50 હજારનું વળતર આપવામાં આવશે.

Wp icon Join Our Whatsapp Group Click Hear

– સરકારે NDRF કોરોના દરમિયાન મૃત્યુ પર 50 હજારની વળતર રકમ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય તેના ડિઝાસ્ટર રીલિફ ફંડમાંથી પીડિતોના પરિવારોને વળતરની આ રકમ આપશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDRF) એ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું.

કેન્દ્ર સરકારે કર્યો ઇનકાર :

– તમને જણાવી દઈએ કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કોરોના દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાના વળતરની માંગણી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો, જેના પર સરકારે કહ્યું હતું કે આટલા પૈસાના વળતરને કારણે સરકારને મોટું નુકસાન થશે, પરંતુ સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આજે NDRF એ સુપ્રીમ કોર્ટને કહ્યું પીડિતોના પરિવારોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટનું દબાણ :

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું કે કોરોનાને કારણે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો તે કોવિડ -19 ને કારણે મૃત્યુ તરીકે ગણવામાં આવે. આ બાબતે રાજ્યોને નવી ગાઈડલાઈન આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે કોરોનાને કારણે આત્મહત્યા કરનાર વ્યક્તિના મૃત્યુને કોવિડને કારણે મૃત્યુ તરીકે માનવું સ્વીકાર્ય નથી.

વળતર માટે ક્યાં કરવી અરજી :

આ વળતર રાજ્ય સરકારો હેઠળ કાર્યરત SDRF દ્વારા આપવામાં આવશે. આ માટે પરિવારે જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં અરજી કરવાની રહેશે. આ સાથે કોરોનાને કારણે મૃત્યુ થયેલું છે તેના પુરાવા માટે તબીબી પ્રમાણપત્ર આપવાનું રહેશે. અરજી કરવા વિશે વધુ વિગત તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસએ મળી જશે. કોવિડ -19 રોગચાળા દરમિયાન કોરોનાને કારણે મૃત્યુના સંદર્ભમાં વળતરની આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.


NDMA દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વળતરનું વિતરણ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) મારફતે કરવામાં આવશે. DDMA મૃતકના પરિવાર તરફથી અરજી પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસની અંદર અરજીનો નિકાલ કરશે. આધાર લિંક્ડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પ્રક્રિયા દ્વારા વળતર આપવામાં આવશે.

ઉપયોગી માહિતી આગળ Share કરો જેથી વધુ માં વધુ લોકો આ યોજનાઓ નો લાભ લઈ શકે . દરરોજ જોબ અને યોજના ઓ માટે ની સંપૂર્ણ ગુજરાતીમાં માહિત માટે અમારી વેસાઇટ જોતા રહો..

આ પણ વાંચો: ખેડૂતોને મળશે 36000 રૂપિયાની સહાઈ PM Kisan Mandhan Yojana | લાભ લેવો હોય તો આજે જ કરો આ કામ..

3 thoughts on “મોદી સરકાર આપશે કોરોના મૃતકોના પરિવારજનોને 50,000 રૂપિયાનું વળતર, ક્યાં અને કેવી રીતે કરશો અરજી ?

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!