વ્હાલી દીકરી યોજના દીકરીને મળશે રૂ. 1,10,000 ની સહાય 2022

વ્હાલી દીકરી યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા દિકરીઓનુ જન્મદર વધારવા, બાળ લગ્ન અટકાવવા, તેમનુ ભણતર સુધારવા અને ઉંચ્ચ શિક્ષણ અથવા લગ્ન કરવા માટે વ્હાલી દિકરી યોજના શરુ કરવામા આવી છે. આ યોજના હેઠળ ત્રણ હપ્તે રૂ.1,10,000/- સુધીની સહાય મળવાપાત્ર છે.

વ્હાલી દિકરી યોજનાના મળવાપાત્ર લાભ

  • પ્રથમ હપ્તો: દિકરીઓને પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રુ.4,000/- ની રોકડ સહાય મળશે.
  • બીજો હપ્તો: નવમા ધોરણમાં પ્રવેશ વખતે રુ.6,000/- ની સહાય મળશે.
  • ત્રીજો હપ્તો: 18 વર્ષની ઉમરે ઉંચ્ચ શિક્ષણ અથવા લગ્ન કરવા કુલ રુ. 1,00,000/- રોકડ ની સહાય મળે છે. ( નોધ: દિકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઇએ.)

વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીની પાત્રતા

  • તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળશે.
  • માતા-પિતાની વધુમાં વધુ બે દિકરીઓને યોજનાનો લાભ મળશે.
  • માતા-પિતાની પહેલી અને બીજી દિકરી બન્નેને લાભ મળશે, પરંતુ બીજી દિકરી પછી માતા-પિતાએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
  • જો પહેલા દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળશે, પરંતુ બીજી દિકરી પછી માતા-પિતાએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
  • પહેલો દિકરો અને બીજી બન્ને દિકરીઓ (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવવાના કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ નો લાભ મળશે, પરંતુ બીજી દિકરી પછી માતા-પિતાએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
  • દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.

વ્હાલી દિકરી યોજનામાં આવક મર્યાદા

  • વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા પતિ-પત્નિની (બન્નેની) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રુ.2,00,000/– કે તેથી ઓછી હોવી જોઈએ.
  • આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે .

વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક ક્યાંથી મેળવવું

  • વ્હાલી દિકરી યોજના નું અરજીપત્રક (ફોર્મ) આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, સીડીપીઓ કચેરી કે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળશે.

અરજી કરવાની સમય મર્યાદા

  • તા.૦૨-૦૮-૨૦૧૯ બાદ જન્મેલ દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.

વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક PDF : અહીં ક્લિક કરો

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ :

Wp icon Join Our Whatsapp Group Click Hear

દિકરીનું જન્મનું પ્રમાણપત્ર
માતા-પિતાના આધારકાર્ડ
માતાના જન્મનું પ્રમાણપત્ર
માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (બીજુ સંતાન હોય ત્યારે)
નિયત નમુનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામુ
વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો

ગ્રામ સ્તરે:
આંગણવાડી કેન્દ્ર
ગ્રામ પંચાયત

તાલુકા સ્તરે:
જે તે તાલુકાની “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ( ICDS )” ની કચેરી

જિલ્લા સ્તરે:
મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી

નોંધઃ ૧૮ વર્ષની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!